ચંદ્ર પર મોબાઈલ નેટવર્ક સ્થાપવા નોકિયા કંપનીએ ઓપરેશન હાથ ધર્યુ.

ચંદ્ર પર માનવીનો વસવાટ થાય તે પહેલાં જ NASA એ ચંદ્ર પર સેલ્યુલર નેટવર્ક બનાવવા નોકિયા કંપની પર પોતાની પસંદગી ઉતારી છે. નોકિયા કંપનીએ દાવો કર્યો છે કે 2022ના અંત સુધીમાં ચંદ્ર પર વાયરલેસ બ્રોડબેન્ડ સિસ્ટમ બનાવી લેશે.

આવનારા સમયમાં ચંદ્ર પર માનવીનો વસવાટ શક્ય બનશે તેવી વૈજ્ઞાનિકો આગાહી કરતા આવ્યા છે. આ મુદ્દે હવે અમેરિકાની સ્પેસ એજન્સી NASA એ વધુ એક કદમ ઉઠાવ્યો છે. NASA એ ચંદ્ર પર મોબાઈલ નેટવર્ક, ઈન્ટરનેટ અને વાયરલેસ બ્રોડબેન્ડ સ્થાપવા માટે નોકિયા કંપનીની પસંદગી કરી છે. ફિનલેન્ડની નોકિયા કંપની હવે 2022ના અંત સુધીમાં 4G/LTE કોમ્યુનિકેશન સિસ્ટમ ઉભી કરશે. નોકિયા કંપની આ માટે ટેક્સાસની પ્રાઈવેટ સ્પેસ ક્રાફ્ટ ડિઝાઈન કંપની ઈન્ટુએટીવ મશીન સાથે ભાગીદારી કરીને આ સિસ્ટમ ઉભી કરશે. આ સિસ્ટમથી અંતરિક્ષ યાત્રીઓનો અવાજ અને વીડિયો પ્રત્યાયન કરવાની સુવિધા આપશે. આ નેટવર્ક વિષમ પરિસ્થિતિઓમાં પણ કામ કરશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *