આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક વસ્તુઓના વેચાણ માટે વ્યારાના આદિમજુથ કોટવાળીયા વાંસ બનાવટ વેચાણ કેન્દ્ર બનવાયુ.

વ્યારા વન વિભાગ અન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક વસ્તુઓના વેચાણ માટે વ્યારાના આદિમજુથ કોટવાળીયા વાંસ બનાવટ વેચાણ કેન્દ્ર બનવાયુ છે.

વ્યારા વન વિભાગ અન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આદિવાસી કલા અને વસ્તુઓ, ખેતી ઉત્પાદનો અને આયુર્વેદિક વસ્તુઓના વેચાણ માટે વ્યારાના આદિમજુથ કોટવાળીયા વાંસ બનાવટ વેચાણ કેન્દ્ર બનવાયુ છે.

ગુજરાતના આદિવાસી પટ્ટાના વિસ્તારમાં ઘણી કલાઓ અને વસ્તુઓ છુપાયેલી છે. આ વસ્તુઓ જે તે આદિવાસી વિસ્તારમાં બહુ પ્રચલિત હોય છે પરંતુ તેનુ યોગ્ય માર્કેટિંગ ન થવાના કારણે તેને બજારમાં નથી લાવી શકાતી. બજારમાં ન આવવાના કારણે તે કલાને તેનુ યોગ્ય મુલ્ય અને વળતર નથી મળતું. આદિવાસીઓને તેમની કલાને બજારમાં મુકવા માટે વ્યારા વન વિભાગે કામ ઉપાડ્યુ અને એક ટ્રાઈબલ મોલ બનાવ્યો છે. 

આ મોલમાં આદિવાસીઓની હસ્તકલાઓ, વાંસમાંથી બનતી વસ્તુઓ, ખેડૂતોના ઉત્પાદનો, નક્શીકામની વસ્તુઓને વેચાણ માટે મુકવામાં આવી છે. આ મોલમાં જંગલ વિસ્તારમાં જંગલમાંથી મળતી વિવિધ જડીબુટ્ટીઓ, આયુર્વેદિક વસ્તુઓનુ પણ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. આદિવાસી લોકો દ્વારા બનાવામાં આવતા રમકડાં, ટોપલી, સાદડી, નક્શીકલાના નમુના વગેરેનુ સારુ વેચાણ પણ થઈ રહ્યુ છે. આ વસ્તુઓ વધુ લોકો સુધી પહોંચે અને તેનો ઉપયોગ થાય તે ઉદ્દેશથી મોલમાં વેચાણ થઈ રહ્યુ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *