એફોર્ડેબલ હાઉસીંગ બાબતે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય.

એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન 80 ચોરસ મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને હવે 90 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયાના યુનિટનો એફોર્ડેબલ હાઉસીંગમાં સમાવેશ કરવામાં આવશે.

એફોર્ડેબલ હાઉસીંગ નિર્માણ માટે સરળતાએ વધુ જમીન ઉપલબ્ધ થાય અને મોટાપાયે આવા આવાસો બનાવી ઘરના ઘરનું સામાન્ય માનવીનું સપનું સાકાર થાય તે માટે ખેતીની જમીન કાયદા 63 AAA હેઠળ એફોર્ડેબલ હાઉસીંગ માટે જમીનોની પરવાનગી સરકાર આપશે.

નોન ટી.પી. એરીયામાં કપાત પછી બાકી રહેતી જમીન પર જ પ્રિમિયમની માંગણી અંગે વિચારણા કરી વધુ પ્રિમિયમ ભરવું ના પડે તે માટે રાજ્ય સરકાર યોગ્ય વ્યવસ્થા કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *