તહેવારની મોસમની નિકટતાને ધ્યાનમાં રાખીને રેલ્વે સુરક્ષા દ્વારા મુસાફરો માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી

રેલ્વે પ્રોટેક્શન ફોર્સે તહેવારોની સીઝન નજીક આવતા મુસાફરો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે. સામાન્ય લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જ્યારે રેલ્વે સ્ટેશનો, ટ્રેનો અથવા રેલ્વેના અન્ય વિસ્તારોમાં હોય ત્યારે નીચેની પ્રવૃત્તિઓ ટાળે

(૧) માસ્ક ન પહેરવુંનથી અથવા અયોગ્ય રીતે પહેરવું.

(૨) યોગ્ય અંતર ન રાખવું.

(૩) કોવિડ સકારાત્મક જાહેર થયા છતાં રેલવે સ્ટેશન અથવા તેના વિસ્તારમાં પ્રવેશ કરવો અને ટ્રેનમાં ચઢવું

(૪) કોરોના વાયરસના પરીક્ષણ પછી રિપોર્ટ આવે તે પહેલાં રેલ્વે સ્ટેશન અથવા તેના વિસ્તારમાં દાખલ થવું અને ટ્રેનમાં ચઢવું

(૫) રેલ્વે સ્ટેશન પર હેલ્થ ચેક ટીમ દ્વારા મુસાફરી કરવાની મંજૂરી ન હોવા છતાં ટ્રેનમાં ચઢવું.

(૬) જાહેર સ્થાને ઇરાદાપૂર્વક થૂંકવું અથવા પેશાબ કરવો અથવા સંડાસા કરવું.

(૭) એવી પ્રવૃત્તિઓ કે જે રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં ગંદકી ફેલાવે છે અથવા જાહેર આરોગ્ય અને સલામતીને અસર કરી શકે છે.

(૮) કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે રેલ્વે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી કોઈપણ માર્ગદર્શિકાનું પાલન ન કરવું.

(૯) એવી કોઈપણ પ્રવૃત્તિ અથવા ભૂલ કે જે કોરોના વાયરસ ફેલાવવામાં મદદ કરે તેવી હોય.

કારણ કે આ પ્રવૃત્તિઓ અથવા ભૂલથી કોરોના વાયરસના ફેલાવા માટે મદદ મળે છે અને રેલવે વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી મુસાફરોની સુવિધાઓને જોખમ ઉભું થઈ શકે છે, ત્યાં હાજર રહેલી વ્યક્તિની સલામતીને જોખમમાં મૂકે એવી કોઈપણ ભૂલો અથવા નિયમોની અવગણના માટે રેલ્વે એક્ટ 1989 ની કલમ 145, 153 અને 154 હેઠળ કેદ અથવા દંડની જોગવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *