પંખીડાઓની ચણ માટે ૧૫૩ વર્ષથી કવિ કલાપીનાં ધામ લાઠી ગામે સક્રિય શ્રીમહાકાળી નવરાત્રી નાટક મંડળનો અભૂતપૂર્વ નાટયોત્સવ કોરોનાને કારણે નહી યોજાય.

કોરોના સામે સાવચેતી : પંખીડાઓની ચણ માટે ૧૫૩ વર્ષથી કવિ કલાપીનાં ધામ લાઠી ગામે સક્રિય શ્રીમહાકાળી નવરાત્રી નાટક મંડળનો અભૂતપૂર્વ નાટયોત્સવ કોરોનાને કારણે નહી યોજાય.

માં શક્તિની આરાધનાના મહા પર્વ નવરાત્રી મહોત્સવની ઉજવણીનું સમગ્ર દેશમાં અનેરૂ મહાત્મ્ય છે. લોકો સુખ શાંતિ અને આનંદમય જીવનની કામના – પ્રાર્થના સાથે નવરાત્રી પર્વ પર શક્તિની ભક્તિ કરતા હોય છે. જોકે અબોલ જીવ એવા ભોળા પંખીડાઓની ચણ એકઠી કરવા માટે અમરેલી જિલ્લાના “કલાપીનગર” એટલે કે લાઠી ગામમાં પરંપરાગત નવરાત્રી ઉત્સવના ગરબાની સાથોસાથ આશરે દોઢ સૈકાથી શ્રી મહાકાળી નવરાત્રી નાટક મંડળ દવારા છેલ્લા ૧૫૩ વર્ષથી નવરાત્રી પર્વ દરમ્યાન રોજ ધાર્મિક, સામાજિક, પૌરાણિક અને ઐતિહાસિક નાટકો ભજવવામાં આવી રહ્યા છે. જોકે આ વરસે કોરોના મહામારીએ સામાજિક જીવન પર જે અસરો કરી છે તે ઘણી જ ગંભીર છે. વર્તમાન સમયમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી કોરોના સામે સાવચેતીરૂપ પગલાં લેવા ખુબ જ જરૂરી બન્યા છે ત્યારે નાત્યોત્સવનું આયોજન કરવું ઉચિત જણાતું નથી. પંખી પ્રેમની સંવેદનાથી તરબતર એવા લાઠી ગામના મહાન રાજવી કવિ સ્વ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ યાને કે “કવિ કલાપી”નાં ધામ ખાતે અનોખી રીતે ઉજવવામાં આવી રહેલા આ અદભૂત નાટયોત્સવનું આયોજન આ વર્ષે કોરોના મહામારીને નજર સમક્ષ રાખી કેન્સલ રાખવામાં આવેલ છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *