‘ઇન્ડિયા સાઈકલ ફોર ચેન્જ’ ચેલેન્જ અંતર્ગત રાજકોટ મનપા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનરશ્રીની અપીલને આવકારી.

રાજકોટ શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશ્યથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા ‘ ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ ’ ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં ઘટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ / કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, પૈદલ કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જેનો ગયા શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો, ઉપરાંત આજે પણ તમામ અધિકારીઓ/કર્મચારીઓએ મ્યુનિ. કમિશનરશ્રીએ કરેલ અપીલને હૃદયથી સ્વીકારી સાયકલિંગ કરીને અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા.

આજે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ સહીત નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, શ્રી એ. આર. સિંઘ, શ્રી સી. કે. નંદાણી તેમજ ત્રણેય ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓ સાયકલિંગ કરીને ઓફીસ આવ્યા હતા તેમજ આજે મોટી સંખ્યામાં અધિકારીઓ/કર્મચારીઓ પોતાના ઘરેથી ઓફીસ સુધી પૈદલ આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા સહીત શહેરની અન્ય સંસ્થાઓએ પણ મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવેલ અપીલને આવકારી હતી જેમાં બીગ બજાર, આન ગ્રુપ ઓફ કંપની, ફોર્ચ્યુન હોટલ, ક્રિસ્ટલ મોલ, રાજકોટ નાગરિક સહકારી, અમૃતા હોસ્પિટલ સહિતની અન્ય સંસ્થાઓના સ્ટાફ પણ આજે ટુ વ્હીકલને બદલે સાઈકલ કે પૈદલ ઓફીસ આવ્યા હતા.

મ્યુનિ. કમિશનરશ્રીએ આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સહીત શહેરની અન્ય સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ છે. પોતાની સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ આજે સાઈકલ લઈને ઓફીસ આવ-જા કરે છે. લોકો સાયકલિંગ પ્રત્યે વધુ જાગૃત બને અને સાયકલએ ટ્રાન્સપોર્ટેશન માટેના એક સારા વિકલ્પની ઉપલબ્ધિ છે, પર્યાવરણના સંરક્ષણ માટે તેમજ તંદુરસ્ત આરોગ્ય પ્રાપ્ત કરવામાં ઉપયોગી થાય છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે ઘરેથી ઓફીસ આવવા – જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનરશ્રી શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦:૧૫ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *