રાજકોટમાં દિવાળીના તહેવાર નિમિત્તે સીઝનલ સ્ટોર માટેના સ્ટોલની જાહેર હરરાજી બાબત

આગામી દિવાળીના તહેવારો નિમિતે સીઝનલ ધંધા માટે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના નાના મવા ચોક પાસેના ગ્રાઉન્ડમાં ૨૩ તથા સાધુવાસવાણી રોડ પરના ગ્રાઉન્ડમાં ૧૫ મળી કુલ ૩૮ સ્ટોલની ફાળવણી તા.૨૧/૧૦/૨૦૨૦ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે હરરાજીથી રાખવામાં આવેલ છે.

 હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્યક્તિઓએ તા.૨૦/૧૦/૨૦૨૦ સુધીમાં નિયત ફોર્મમાં અરજી કરી રૂ.૧૦,૦૦૦/-ની ડીપોઝીટ એસ્ટેટ શાખામાં ભરપાઈ કરી આપવાની રહેશે.

 તા.૨૦/૧૦/૨૦૨૦ સુધીમાં ડીપોઝીટ ભરપાઈ કરેલ વ્યકિઓ જ હરરાજીમાં ભાગ લઈ શકશે. આ કામની શરતો એસ્ટેટ વિભાગ, સેન્ટ્રલ ઝોન ખાતેથી તથા રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી મળી શકશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *