અભિનેતાના મૃત્યુનો અર્થ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા નથી, સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અરજી નકારી.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા અને ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. શુક્રવારે કોર્ટે આ અરજીની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે અરજદારને કહ્યું હતું કે નાગરિક તરીકે તમે રાષ્ટ્રપતિની સાથે તમારો મુદ્દો મૂકી શકો છો.  મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી અરજી કરવામાં આવી હતી.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમે એવું બોલી રહ્યા છો કારણ કે બોલિવૂડના કેટલાક કલાકારોનું મોત નીપજ્યું હતું. રાજ્યમાં બંધારણીય શાસનનું પાલન કરવામાં આવી રહ્યું નથી? તમે ફક્ત મુંબઈની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. મહારાષ્ટ્ર કેટલું મોટું છે તે તમે જાણો છો. “

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રાજ્યની મશીનરી નિષ્ફળ ગઈ છે. શાસક પક્ષ ગુનેગારોને બચાવવા માટે કામ કરી રહ્યું છે. અરજીમાં સુશાંત સિંહ રાજપૂતની મોત, કંગના રનૌટનાં મકાનને તોડી પાડવાની અને ધમકી આપવાના અને શિવસૈનિકો દ્વારા ભૂતપૂર્વ નૌકા અધિકારી પરના જીવલેણ હુમલોનું ઉદાહરણ આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *