રેફ્રિજરેંટસની સાથે એર કન્ડિશનરની આયાત પર સરકારે મૂક્યો પ્રતિબંધ.

DGFT દ્વાકા જારી એક પરિપત્ર વડે કહેવામાં આવ્યું છે કે રેફ્રિજરેંટસની સાથે એર કન્ડિશનરની આયાતને લઈને નીતિ સંશોધિત કરી છે તે અંતર્ગત આને ફ્રી કેટેગરીમાંથી હટાવી પ્રતિબંધાત્મક યાદીમાં નાંખવામાં આવ્યું છે. આ સાથે જ ટાયર, ટીવી સેટ અને અગરબત્તીના ઉત્પાદનોનો પણ યાદીમાં  સમાવેશ કરવામાં આવ્યો છે. જેના આયાત પર પ્રતિબંધ લાગેલો છે.

નોંધપાત્ર વાત એ છે કે દેશમાં એસીનું માર્કેટ લગભગ 40 હજાર કરોડ છે. ભારત તેની એસી જરૂરીયાતનો આશરે 28 ટકા ચીનથી આયાત કરે છે. ઘણા કિસ્સાઓમાં, એસીના 85 થી 100 ટકા ઘટકો આયાત કરવામાં આવે છે.ભારતમાં ઘણી વિદેશી કંપનીઓએ પોતાના પ્લાંટસ નાખ્યા છે એમને આ નિર્ણયની કોઈ અસર નહિ થાય. જુલાઈમાં, ભારત સરકારે રંગીન ટેલિવિઝન સેટની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતમાંથી મોટા પાયે કલર ટેલિવિઝન આયાત કરવામાં આવતું હતું. પરંતુ સરકારે તાત્કાલિક અસરથી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. જૂનમાં સરકારે કાર, બસો અને મોટરસાયકલોમાં વપરાયેલા નવા વાયુયુક્ત ટાયરની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *