ફાયર સેફટી માટૅ આવતીકાલથી સુરત મનપા સુરતની હોસ્પિટલોમાં કઈ કામગીરી શરુ કરશે ?

અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. આવતીકાલથી સુરતની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને મોક ડ્રીલનું આયોજન કરાશે.

અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બની હતી. આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. હોસ્પિટલના ચોથા માળે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટના સમયે હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેમાંથી આઠ લોકોના મોત થયા છે. જો કે અન્ય દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ જણાવ્યું, તેમણે કહ્યું કે, હાલ હોસ્પિટલને સીલ કરી દેવાઈ છે, તમામ દર્દીને SVP હોસ્પિટલ ખસેડાયા છે.

અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું, હોસ્પિટલમાં આગની ઘટનાથી દુઃખી છું, મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે, ગુજરાતના મુખ્યમંત્રી અને મેયર સાથે વાત કરી, તંત્ર તમામ સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.અમદાવાદની હોસ્પિટલમાં આગથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને PMNRF તરફથી બે લાખની સહાય અપાશે, ઘાયલ થયેલા લોકોને રૂપિયા 50 હજારની સહાય અપાશે.શ્રેય હોસ્પિટલમાં આગ લાગવા મામલે સહાયની જાહેરાત મુખ્યમંત્રી રાહતનીધિમાંથી મૃતકોના પરિવારને 4 લાખની સહાય દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાય અપાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *