સુશાંત સિંહ રાજપૂત કેસમાં CBI એ શું સ્પષ્ટતા કરી ?

CBI એ સુશાંત સિંહ રાજપૂતનાં અપમૃત્યુ કેસની તપાસ ચાલુ રાખી છે. CBI હજી સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી.” CBI નિષ્કર્ષ પર પહોંચી ગઈ છે.” એવા અહેવાલ મીડિયામાં વ્હેતાં થતાં CBI એ સ્પષ્ટતા કરી છે. CBI એ કહ્યું કે આવી ખબરો માત્ર અનુમાનિત અને ભૂલભરેલી છે. આજ રોજ મીડીયામાં એવા અહેવાલ ફરતાં થયા હતાં કે CBI સુશાંતના કેસમાં ક્લોઝર રિપોર્ટ સબમિટ કરશે ત્યારબાદ CBI એ સ્ટેટમેંટ પ્રસારિત કરીને આ સ્પષ્ટતા કરી હતી. 

AIIMSએ આ કેસમાં સુશાંતની હત્યાની થિયરી નકારી હતી અને કહ્યું હતું કે આ આત્મહત્યાનો કેસ છે. ત્યાર બાદ આ કેસમાં CBIને હત્યા સાથે જોડાયેલા એકપણ પુરાવા મળ્યા નહોતા, ઘરમાં કોઈએ ઝપાઝપી કરી હોય અથવા જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કર્યો હોય તેવા કોઈ પુરાવા મળ્યા નહોતા. હત્યા સાથે જોડાયેલા અન્ય પુરાવા પણ મળ્યા નહોતા. ત્યાર બાદ મર્ડર થિયરી પૂરી રીતે ફેલ થઈ હતી. જો કે હજી CBI આ સંદર્ભે પૂરતી તપાસ કરી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *