મુંબઈમાં વીજ પુરવઠો ખોરવાયો અને લોકો ટ્રેનોમાં ફસાયા.

મુંબઈવાસીઓને પડી રહી છે હાલાંકી, પાવર ગ્રીડમાં ફેલ્યોર સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો હોવાના પ્રાથમિક અહેવાલ. વીજ પુરવઠો ખોરવાતાં પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટ અને બોરીવલી વચ્ચેની લોકલ ટ્રેન સેવા હાલ પૂરતી રદ્દ કરવામાં આવી. મુંબઈમાં વીજ પુરવઠો ખોરવાયો. મુંબઈમાં પાવર ગ્રીડમાં ફેલ્યોર સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો. થાણે, નવી મુંબઈમાં પણ વીજળી ગુલ. વીજ પુરવઠો ખોરવાતાં પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટ અને બોરીવલી વચ્ચેની લોકલ ટ્રેન સેવા હાલ પૂરતી રદ્દ કરવામાં આવી. 

મુંબઈ મહાનગર વિસ્તારમાં ગ્રીડ નિષ્ફળ ગઈ છે. મુંબઇ ટાઉનશીપમાં વીજ પુરવઠો પૂરો પાડતી કંપની બેસ્ટ (BEST) એ કહ્યું કે પાવર સપ્લાય પૂરો પાડતા પ્લાન્ટમાંથી ગ્રીડ નિષ્ફળ ગઈ છે. મુંબઈના પૂર્વ, પશ્ચિમ, પરા અને થાણેના કેટલાંક ભાગોમાં વીજળી ગૂલ થઈ ગઈ છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઇની લોકલ ટ્રેન સર્વિસ ઠપ થઇ ગઇ છે.

બેસ્ટ ઇલેક્ટ્રિસિટી દ્વારા રજૂ કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા કુડનામાં ગ્રીડ નિષ્ફળ થતા વીજ પુરવઠો ખોરવાયો છે. અસુવિધા બદલ માફી. જોકે, બેસ્ટે જણાવ્યું નથી કે વીજ પુરવઠો કેટલા સમય ફરી ચાલુ થશે. સવારે 10 વાગ્યાથી બાંદ્રા, કોલાબા, માહિમ વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ છે.

મુંબઈ સિસ્ટમને વીજળી પુરવઠો પૂરો પહોંચાડવા માટે લાઈનો અને ટ્રાન્સફોર્મર (કલાવા-પડગે અને ખરગર આઈસીટી) પર અનેક ટ્રિપિંગ છે. મુંબઈમાં 360 મેગાવોટનો પુરવઠો પ્રભાવિત થયો છે. આખા મુંબઈમાં વીજળી ગૂલ છે. વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *