PUBG Mobile ભારતમાં પુનરાગમન કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે ટેલિકોમ કંપની એરટેલની મદદ લઇ શકે છે.

ચાઇનીઝ કનેક્શન અને યૂઝર્સના ડેટાની સિક્યુરિટી સાથે જોડાયેલી ચિંતાને જોતા સરકાર તરફથી 200થી વધારે એપ્સ અને ગેમ્સને બેન કરી દેવામાં આવી છે. આમાં શૉર્ટ વિડીયો મેકિંગ એપ TikTokથી લઇને પોપ્યુલર બૈટલ રૉયલ ગેમ PUBG Mobile સુધી સામેલ છે. હવે સામે આવી છે કે PUBG Mobile ભારતમાં પુનરાગમન કરવાની તૈયારી કરી રહ્યું છે અને આ માટે ટેલિકોમ કંપની એરટેલની મદદ લઇ શકે છે. એક રિપોર્ટમાં આની માહિતી આપવામાં આવી છે.ભારતમાં પબ્જી મોબાઇલના કરોડો ડાઉનલોડ્સ થયા હતા અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ઘણી જ રમાઈ રહી હતી. પ્રતિબંધ લાગ્યા બાદ પબ્જી મોબાઇલને મોટા યૂઝરબેઝનું નુકસાન થયું અને આ જ કારણ છે કે કંપની એરટેલ સાથે હાથ મિલાવી શકે છે. સામે આવેલા રિપોર્ટમાં એક સોર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, પબ્જી મોબાઇલ ટેલિકોમ ઑપરેટર એરટેલની સાથે વાત કરી રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે બેટલ રૉયલ ગેમ પબ્જી ભારતમાં આવવાના તમામ સંભવિત પ્રયત્નો કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *