અર્નબ ગોસ્વામીની ચેનલ રિપબ્લિક TV સામે મુંબઈ પોલીસે શું સનસનીખેજ આક્ષેપ કર્યો ? જાણીને ચોંકી જશો.

મુંબઈ પોલીસનો સનસનીખેજ આક્ષેપ મૂક્યો અને સનસની મચી જવા પામી છે. અર્નબ ગોસ્વામીની રિપબ્લિક TV સહિત કુલ ત્રણ ચેનલો TRP વધારવા માટે પૈસા આપતી હોવાનો આક્ષેપ. મુંબઈ પોલીસ કમિશ્નરે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપીને કહ્યું કે મુંબઈ ક્રાઈમ બ્રાંચે નવા રૈકેટનો ખુલાસો કર્યો. ચેનલના બેંક અકાઉંટ પણ તપાસવામાં આવશે. અન્ય ચેનલોમાં ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા ચેનલનો પણ સમાવેશ. 

મુંબઈ પોલીસે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સુશાંત કેસમાં ખાસ પ્રકારના હેતુથી અપપ્રચાર ચલાવવામાં આવતો હતો અને બનાવટી TRPનું રેકેટ ચાલતું હતું. ઊંચો TRP બતાવવા માટે પૈસા ચૂકવવામાં આવતા હતા. મલિન હેતુ પાર પાડવા માટેનું આ બદનિયતભર્યું અભિયાન હતું, એમ જણાવતાં મુંબઈ પોલીસે આ સંદર્ભે 2 વ્યક્તિની ધરપકડ કરી હોવાનું ઉમેર્યું હતું. અલબત્ત, કોની ધરપકડ થઈ છે અને પોલીસે શું પુરાવા મેળવ્યા છે એ વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું હતું કે રિપબ્લિક ચેનલ સહિત કુલ 3 ચેનલના વ્યવહારોની તપાસ ચાલી રહી છે. આ ત્રણેય ચેનલ TRP કૌભાંડમાં સંડોવાયેલી છે. 

મુંબઈ પોલીસ જેમની જાહેરાત આ ચેનલોએ ચલાવી છે તેમની પણ પૂછપરછ થશે.  મુંબઈ પોલીસે કહ્યું કે અશિક્ષિત લોકોને અંગ્રેજી ચેનલો સતત ચાલું રાખવા માટે કહેવાતું હતું અને મુંબઈ પોલીસે પૂછપરછ કરતાં આ માહિતી સામે આવી હતી. 

મુંબઈ પોલીસ દ્વારા રિપબ્લિક ટીવીને લઈને મોટો ખુલાસો કરાયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ બોગસ  TRP માટે પૈસા આપતા હતા. મુંબઈ પોલીસ કહ્યું હતું કે રિપબ્લિક ટીવી રૂપિયા આપીને TRP ખરીદતું હતું. આ મામલે અટકાયત કરેલા શખ્સો એ રિપબ્લિક ટીવીનું નામ આપ્યું હતું. મુંબઈ પોલીસ કમિશનર પરમવીર સિંહે કહ્યું હતું કે આ ગોટાળામાં રિપબ્લિક ટીવીના મોટા અધિકારીઓ સંડોવાયેલા છે. 

આ મામલે પોલીસને ટીવીના ડિરેક્ટર અને પ્રમોટરની સંડોવણીની આશંકા છે. આ મામલે બે નાની ચેનલના માલિકોની ધરપકડ કરાઇ હોવાની માહિતી પણ સામે આવી હતી. સૂત્રો એ જણાવ્યું હતું કે આ મામલે BARC ના પૂર્વ અધિકારીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. દરમહિને ઘરદીઠ 400 થી 500 રૂપિયા અપાતા હોવાનો દાવો પણ કરાઇ રહ્યો છે. રિપબ્લિક ટીવી વધુ એડ મેળવવા માટે વધુ TRP નું તરકટ રચ્યું હોવાનો દાવો કરાઇ રહ્યો છે. 

આ સ્થિતિમાં એવી આશંકાઓ સેવાઇ રહી છે કે મુંબઈ પોલીસ રિપલ્બિક ચેનલના માલિકને સમન્સ મોકલી શકે છે. આ મામલે ટીવીના પ્રમોટરની પૂછપરછ પણ કરાઇ શકે છે અને રિપબ્લિક ટીવી ચેનલનું એકાઉન્ટ પણ સીલ કરાઇ શકે છે. જો કે અનર્બ ગોસ્વામીએ સ્ટેટમેંટ આપીને તમામ આક્ષેપો નકાર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *