Image – Ministry of Information and Broadcasting
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67 ટકાથી વધુ થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 12 લાખ 82 હજાર 215 દર્દીઓએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. છેલ્લાં 24 કલાકમાં 51 હજાર 220થી વધુ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયાં છે. જ્યારે નવા 51 હજાર 282 કેસ નોંધાયા છે . તેમજ વધુ 849 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોનાથી સ્વસ્થ થવાની સરખામણીમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. આ ઉપરાંત છેલ્લાં 24 કલાકમાં 6 લાખથી વધુ સેમ્પલની પણ તપાસ કરાઈ હતી. છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કેસમાં સૌથી વધુ આંધ્રપ્રદેશમાં 9 હજાર 747 કેસ નોંધાયા હતાં. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 7 હજાર 760 કેસ નોંધાયા હતાં. જ્યારે 300 દર્દીના મોત નિપજ્યાં હતાં. ત્યારબાદ તામિલનાડુમાં 5 હજાર 63, કર્ણાટકમાં 6 હજાર 259 કેસ, ઉત્તરપ્રદેશમાં 2 હજાર 948 કેસ નોંધાયા છે.