ડુમસ બીચ ફરવા જવાનું વિચારો છો તો હવે ન જતાં કારણ કે…!

સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી ડૂમસ બીચ પર હરવા ફરવા જવા પર પ્રતિબંધ મૂકાયો છે. શનિ- રવિ રજાના દિવસોમાં ભીડ ઉમટતી હોવાથી સુરત મહાનગરપાલિકા વડે તકેદારીન ભાગરુપે આ નિર્ણય લેવાયો છે. સુરત જિલ્લામાં દરરોજ 200 થી વધુ કેસો નોંધાતા સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે પાલિકા સુરત પાલિકા કમિશ્નરએ ડુમસ બીચ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

રજાના દિવસોમાં ફરવાના શોખીન સુરતીઓ ડુમસ બીચ પર જવાનું વધુ પસંદ કરે છે.

ગુજરાતભરમાં હજી પણ પર્યટન સ્થળો પર પ્રતિબંધ છે. પરંતુ બીચ પર અવરજવર માટે કોઈ પ્રતિબંધ નથી. આ કારણે દરિયા કિનારે ફરવા આવતા લોકોની સંખ્યા પણ વધી ગઈ છે. આવામાં કોરોના સંક્રમણ વધવાની શક્યતા વધુ હોય છે. 

સુરત શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 183 કેસ પોઝિટિવ નોંધાયા છે. તેમજ 5 દર્દી ના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. સૌથી વધુ સુરતના રાંદેર ઝોનના 41 કેસ નોંધાયા છે. તો 24 કલાકમાં 242 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ અપાયા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *