ફાયર સેફટી ના અભાવે સુરત મનપા સાથે કરારબદ્ધ 3 ખાનગી હોસ્પિટલ સાથેના MoU SMC એ રદ કર્યા .

અમદાવાદ સ્થિત શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરત મનપા (SMC) આવ્યું એક્શનમાં આવ્યું હતું અને ફાયર સેફટી ના અભાવે મનપા સાથે કરારબદ્ધ 3 ખાનગી હોસ્પિટલ સાથેના MoU રદ કર્યા હતાં. જેમાં,
1: અમીના સાર્વજનિક હોસ્પિટલ ( ઉન પાટિયા )
2 : જી.બી.વાઘાણી હોસ્પિટલ ( વરાછા રોડ )
3 : પરમ હોસ્પિટલ ( પર્વત પાટિયા )
12 હોસ્પિટલોમાં કોવિડની સારવાર ચાલી રહી હોવા છતા ફાયર સેફટીના નામે પોલંપોલ હોવાનુ જણાતા મનપાના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા. તેમજ શુક્રવારે તેની સામે કાર્યવાહી કરવા તૈયારી કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે. ઉપરાંત જે તે સમાજ દ્વારા પણ આઇસોલેશન સેન્ટર (isolation centers) ઉભા કરવામાં આવ્યા છે તે તમામ જગ્યાઓ પર ફાયર સેફટી અંગે ચકાસણી કરવામાં આવશે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ મનપા હરકતમાં આવ્યું હતું.

અમદાવાદની દુર્ઘટનાને પગલે આખરે સિવિલ હોસ્પિટલમાં પણ ગુરૂવારથી એક ફાયરની ગાડીને 24 કલાક સ્ટેન્ડબાય કરવામાં આવી છે. જેથી આકસ્મિક સંજોગોમા તાત્કાલિક પંહોચી વળી શકાય. આ સાથે સાથે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ફાયરસેફ્ટીને ખાસ ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *