સિંગાપોર સુપર માર્કેટને થઈ મંદીની અસર અને પરિણામ ભારતીયો સહિતના વિદેશી કર્મચારીઓએ ભોગવવું પડશે.

કોરોનાને કારણે સમગ્ર વિશ્વના તમામ દેશોનું અર્થતંત્ર ખોરવાઈ ગયુ છે. ત્યારે તેમાં સિંગાપુરની હાલત ખરાબ થઈ રહી છે. જેનો સૌથી મોટો ફટકો ભારતીય નાગરિકોને પડ્યો છે. સિંગાપુરમાં ભારતીય મૂળના સૌથી મોટા ‘હાઈપરમાર્કેટ- મુસ્તફા સેન્ટર’એ સોમવારે કહ્યું કે કોરોનાને કારણે તેને ખૂબ અસર થઈ છે. જેના કારણે તે પોતાના એ વિદેશી કર્મચારીઓને પાછા મોકલશે. જેમનો વર્ક પાસનો સમય પુરો થઈ ગયો છે. જેમાં સૌથી વધારે ભારતીય નાગરીક છે.

The company will also stop paying employees who have not been called to work a "sustenance allowance".

સુપરમાર્કેટ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોરના સંયોજન વાળા મોટા સ્ટોરને હાઈપર માર્કેટ કહેવાય છે. મુજબ કંપનીઓ તે કર્મચારીઓને આજીવિકા ભથ્થુ આપવાનું બંધ કરી દેશે જેને તેમણે કામ પર  નથી બોલાવ્યા. મેનેજિંગ ડિરેક્ટર તથા સંસ્થાપક મુસ્તાક અહમદે મુસ્તફા સમૂહ અને તેનાથી જોડાયેલી કંપનીઓના કર્મચારીઓને એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે કંપની પોતાના વિદેશી કર્મચારીઓના વર્ક પાસના રિન્યુ કરાવવામાં અક્ષમ છે. તેમને ઘરે પાછા જવાની ટિકિટ આપી દેશે. 1 મહિનાનો પગાર પણ આપશે.

માર્કેટ સિંગાપુરના પર્યટકોમાં ખૂબ લોકપ્રિય છે.લોકડાઉનને કારણે અહીંના વ્યાપાર- ઉદ્યોગોને ફટકો પડ્યો છે.  વ્યાપાર અને ઉદ્યોગોના સ્થાયી સચિવ ગેબ્રિએલ લિમે એક બ્રીફિંગમાં કહ્યું કે, એ હજુ સુધી સ્પષ્ટ નથી કે આવનારા સત્રમાં  કોરોનાના ચેપની સ્થિતિ શું રહેશે. તેમજ સ્થાનિક તથા વૈશ્વિક અર્થવ્યવસ્થાના સુધાર માટે શું કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *