યુનિવર્સિટીના અંતિમ વર્ષના વિધાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય.


યુનિવર્સિટીની પરીક્ષાઓને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય.અંતિમ વર્ષના વિધાર્થીઓની ફરજીયાત પરીક્ષાનો UGC નો નિર્ણય યોગ્ય. વિધાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ નહિ કરી શકાય. જો 30 સપ્ટેંબર પહેલા પરીક્ષા આયોજીત કરવી શક્ય ન હોય અને રાજ્યો હાલની પરીક્ષા મોકૂફ રાખવા માંગે છે તો UGC સાથે ચર્ચા કરી નવી તારીખો નક્કી કરે. રાજ્યોને હાલની પરિસ્થિતિમાં ડિઝાસ્ટર મેનેજમેંટ એક પ્રમાણે પ્રરીક્ષાઓ ટાળવાની સત્તા છે પણ તેઓએ યુનિવર્સિટી ગ્રાંટ કમિશન સાથે બેસીને વિધાર્થીઓ માટે પરીક્ષાની નવી તારીખો નક્કી કરવી પડશે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ બેંચમાં ન્યાયમૂર્તિ અશોક ભૂષણ, આર. સુભાશ રેડ્ડી અને એમ.આર, શાહે કહ્યું કે રાજ્ય અને યૂટી પોતે જ વિદ્યાર્થીઓને પાસ કરી શકશે નહીં. ખંડપીઠે કહ્યું કે યૂજીસીની ગાઈડલાઈનને રદ્દ કરવાના નિવેદનનો અસ્વીકાર કરાયો છે. તેના નિર્ણયો જ માન્ય રહેશે. હાલમાં કોઈ પણ રાજ્ય પાસે મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને ગયા વર્ષના પરિણામના આધારે પાસ કરવાનો અધિકાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *