ભારતની કોવિડ 19 અપડેટ પ્રમાણે સાજાં થવાનો દર કેટલાં ટકાએ પંહોચ્યો ?

કોવિડને હરાવવાના મોરચે દેશ દરરોજ આગળ વધી રહ્યો છે. કોરોનાને હરાવીને સાજા થયેલ દર્દીઓ ની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે દેશમાં ટેસ્ટીંગ ઇન્ફ્ર્રાસ્ટ્રકચર મજબુત થઇ રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં 10 લાખની વસ્તીમાં કોવિડ-19 સંબંધીત તપાસની સંખ્યા 26 હજાર 685 થઇ છે.

દેશમાં અત્યાર સુધીમાં લગભગ 3 કરોડ 68 લાખ નમુનાની તપાસ થઇ છે. આ સાથે સંક્રમણનો દર ધટીને 8 પોઇન્ટ 60 રહી ગઇ છે.મંત્રાલયે કહ્યું છે કે ભારત સંક્રમણના પ્રસારને અટકાવવા માટે ટેસ્ટ, ટ્રેક અને તપાસ એટલે રોગીઓના સંપર્કમાં આવેલા લોકોને શોધવા અને તેમની સારવાર ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

વાયરસને હરાવી સાજા થયેલાની સંખ્યા 24 લાખને પાર થઇ છે. મહામારીથી સાજા થવાનો દર 75.92 થઇ છે. આ સાથે મૃત્યું દર ધટીને 1.84 ટકા થયો છે. દેશમા દરરોજ તપાસની સંખ્યા વધારવાના સંકલ્પના કારણે 3 કરોડ 68 લાખ 27 હજાર 520 ની તપાસ કરાઇ છે. દેશમાં કોરોના લેબોરેટરીની સંખ્યા 1,524 થઇ છે. જેમાંથી 986 લેબોરેટરી સરકારી છે. 3 વેકસીનની ટ્રાયલ ચાલુ છે જ્યારે 3 વેકસીન પ્રી ક્લીનીકલ સ્ટેજ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *