ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડનારા ભૂમાફિયાઓને અંકુશમાં લાવવા રાજય સરકાર કયો કાયદો પસાર કરવાની તૈયારીમાં ?

રાજય સરકારે ગુજરાતમાં સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઇથી પેશ આવવાનો સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ધાર કર્યો છે.

1523 land mafia marked in uttar pradesh 2701 cases filed
  • ઝડપી-પારદર્શી કેસ તપાસ-સુનાવણીથી ભૂમાફિયાઓને સજા આપી નશ્યત કરવા વિશેષ અદાલત-સ્પેશ્યલ કોર્ટની રચના કરશે રાજ્ય સરકાર
  • અદાલતમાં કેસ દાખલ થયાના છ મહિનામાં કેસનો નિકાલ કરાશે
  • જમીન હડપ કરી જનારા તત્વોને ૧૦ થી ૧૪ વર્ષ સુધીની જેલ-સજા થશે-
  • જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે
  • લેન્ડ ગ્રેબર ઉપર બર્ડન ઓફ પ્રૂફની જવાબદારી રહેશે.
  • આ કાયદા હેઠળના ગૂનાઓની તપાસ નાયબ પોલીસ અધિક્ષકના દરજ્જાથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારી દ્વારા થશે.

ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ-વટહુકમની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ આ મુજબ છે:-

  • આ એકટમાં એવી કડક જોગવાઇઓ કરવામાં આવી છે કે,  રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે.
  • આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી-પારદર્શી તપાસ-સૂનાવણી માટે તેમજ ભૂમાફિયાઓને કડક સજા માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે.
  • આવી વિશેષ અદાલત વધુમાં વધુ કેસોમાં  કેસ અદાલતમાં દાખલ થયાના છ મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક કરશે.
  • આવી વિશેષ અદાલત સુઓ મોટો (suo moto) લઈ જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે.
  • ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એકટ ૨૦૨૦ની જોગવાઇ મુજબ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી, અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પૂરું પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ ૧૦ થી ૧૪ વર્ષ સુધીની કેદ અને જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.
  • આ ઉપરાંત આવી હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/ હસ્તક લેનારાની પણ એટલી જ સજા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *