રાજયમાં રેશનકાર્ડ અંગેની વિવિધ સેવાઓ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી.

રાજ્યમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અંતર્ગત જાહેર વિતરણ વ્યવસ્થામાં નાગરિકો-લોકોને રેશનકાર્ડની કામગીરીને સ્પર્શતી સેવાઓ ખૂબ ઝડપી અને સરળતાથી મળી રહે તે માટે આવી સેવાઓ માટે નિશ્ચિત સમયમર્યાદા નિયત કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં ૫૦૦૦થી વધુ રેશનકાર્ડ ...
પ્રતીકાત્મક ફોટો
  • નવા રેશનકાર્ડ માટેના ફોર્મ નં.2 નો 15 દિવસમાં નિકાલ કરાશે.
  • રેશનકાર્ડમાં નામ દાખલ કરવાની, રદ કરવાની, નામ-સરનામામાં સુધારા-વધારા કરવા માટેની પ્રક્રિયા જે દિવસે આ અંગેના નિયત ફોર્મ મળે તે જ દિવસે કરી દેવાશે.
  • રેશનકાર્ડ ધારકના કુટુંબના વિભાજનથી અલગ રેશનકાર્ડ મેળવવા અંગેની નિયત અરજી અને રેશનકાર્ડ-ધારકના પાલક-વાલીની નિમણૂંક માટેના ફોર્મ તથા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવાની અરજીઓનો નિકાલ સાત દિવસમાં કરાશે.

One thought on “રાજયમાં રેશનકાર્ડ અંગેની વિવિધ સેવાઓ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *