દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે રાષ્ટ્રીય/રાજય પારિતોષિક અરજી મંગાવાઈ.


સુરતઃ ગુરૂવારઃ- ભારત સરકારના કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી વર્ષ-૨૦૨૦ માટે દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે રાષ્ટ્રિય પારિતોષિક જાહેર કરવામાં આવે છે. જે એવોર્ડ દિવ્યાંગ માટે કામ કરનાર નોકરીદાતાઓ/ કામ કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, નોકરી આપાવનાર પ્લેસમેન્ટ ઓફિસર, સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ અર્ધ સરકારી સંસ્થા દિવ્યાંગ માટે કામ કરતી સંસ્થાઓ કે સ્વતંત્ર વ્યક્તિઓ માટે સદરહુ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

સદર પારિતોષિક માટે જરૂરી અરજી પત્રકોનો નમૂનો ખાતાની વેબસાઈટ  www.talimrojgar.gujrat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે તથા નજીકની રોજગાર કચેરીઓમાંથી વિના મુલ્યે તા૨૧/૮/૨૦૨૦ સુધીમાં મેળવી શકાશે. આ અરજી પત્રકને સંપુર્ણ ભરી રોજગાર કચેરીને તા.૨૪/૮/૨૦૨૦સુધીમાં રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા મોકલી આપવાના રહેશે. વ્યક્તિગત કેસમાં ભરેલી અરજી પત્રક સાથે શારીરિક ક્ષતિ ધરાવતા ફોટોગ્રાફ ૪૦ ટકા કે તેથી વધુ ખોડ દર્શાવતુ સિવિલ સર્જનનુ પ્રમાણપત્ર(ત્રણ માસના સમયગાળાનું) અને શારીરિક ક્ષતિ દેખાય તેવા ત્રણ નંગ ફોટા બીડવાના રહેશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *