જાણો ચક્રવાતોના નામ કેવી રીતે પડે છે ? શું છે એના માપદંડો ?

દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. આ પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે.

ઉષ્ણકટિબંધીયચક્રવાતોનુંનામકરણકરવાથીવૈજ્ઞાનિકસમુદાયઆપત્તિનિવારણવ્યવસ્થાપકોમીડિયાઅનેસાધારણજનતાનેનીચેનીજાણકારીમળેછે.

  • દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ.
  • એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં.
  • કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં
  • ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં
  • બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં

સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી  ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. આ યાદીમાં WMO/ESCAP એસસીએપીના આઠ સભ્ય દેશો  બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર,  ઓમાન, પાકિસ્તાન,  શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. આ યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે.

પીટીસી સભ્ય દેશો દ્વારા નામની પસંદગી માટે નીચેના માપદંડો સ્વીકારવામાં આવ્યાં છેઃ

  1. સૂચિત નામ (એ) રાજકારણ અને રાજકીય હસ્તી (બી) ધાર્મિક માન્યતાઓ, (સી) સંસ્કૃતિ અને (ડી) જાતિ સાથે સંબંધિત ન હોવું જોઈએ
  2. નામની પસંદગી એ રીતે થવી જોઈએ કે એનાથી દુનિયાભરની કોઈ પણ વસ્તીના જૂથની લાગણી દુભાવવી ન જોઈએ
  3. આ વાસ્તવિક અને પ્રકૃતિ સાથે સંબંધિત હોવું જોઈએ
  4. આ ટૂંકું, ઉચ્ચારણમાં સરળ અને કોઈ પણ સભ્ય દેશ માટે અપમાનજનક ન હોવું જોઈએ
  5. આ નામમાં મહત્તમ આઠ અક્ષરો હોવા જોઈએ
  6. સૂચિત નામ એના ઉચ્ચારણ અને વોઇસ ઓવર સાથે પ્રદાન કરવું જોઈએ
  7. જો ઉપરોક્ત માપદંડો પૂર્ણ નહીં થાય, તો પેનલ કોઈ પણ નામનો અસ્વીકાર કરવાનો અધિકાર ધરાવે છે.
  8. પોતાના વાર્ષિક સત્રમાં પીટીસીની મંજૂરી સાથે અમલીકરણના સમય દરમિયાન અંતિમ નામોની સમીક્ષા પણ કરી શકશે, જો કોઈ સભ્ય દ્વારા કોઈ પણ પ્રકારનો ઉચિત વાંધો ઉઠાવવામાં આવશે તો
  9. ઉત્તર હિંદ સમુદ્ર પર આવતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામનું પુનરાવર્તન નહીં થાય. એકવાર ઉપયોગ થયા પછી એનો ફરી ઉપયોગ નહીં થાય. એટલે નામ હંમેશા નવું હોવું જોઈએ. આરએસએમસી, નવી દિલ્હી સહિત દુનિયામાં કોઈપણ આરએસએમસીમાં હાલની યાદીમાં આ નામ ન હોવું જોઈએ.

આ મુજબ, ડબલ્યુએમઓ/ઇએસસીએપી પીટીસી દ્વારા પરિશિષ્ટ-1માં  નામોની નવી યાદીને  અંતિમ ઓપ આપવામાં આવશે. અગાઉ વર્ષ 2004માં સ્વીકૃત નામોની યાદી પરિશિષ્ટ-2માં આપવામાં આવી છે. હાલની યાદીમાં કુલ 169 નામો સામેલ છે, જેમાં 13 નામો સામેલ છે, જે દરેક 13 ડબલ્યુએમઓ/ઇએસસીએપી  સભ્ય દેશોમાંથી છે. આ નામોનું સૂચન ભારતમાં સાધારણ જનતા પાસેથી સમયે સમયે મળે છે એટલે ભારતમાંથી નામોને અંતિમ સ્વરૂપ આપવા આઇએમડી દ્વારા રચિત  સમિતિ દ્વારા વિચારપૂર્વકનો નિર્ણય લેવામાં આવે છે અને ભારતમાંથી સૂચિત નામોની યાદીમાં સમાવેશ માટે ઉચિત નામોની યાદી પસંદગી થઈ હતી (પરિશિષ્ટ 1).

આ યાદીના નામોના અમલીકરણ માટે નીચેના માપદંડો સ્વીકારવામાં આવ્યાંછેઃ

  1. આરએસએમસી, નવી દિલ્હી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સહિત ઉત્તર હિંદ સમુદ્ર પર રચાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવા માટે જવાબદાર હશે. જ્યારે વિભાગને પવન મહત્તમ 34 નોટ (62 કિલોમીટર પ્રતિ કલાક)ની ઝડપે સતત ફૂંકાતો  હોવાનું જણાશે કે ગ્લોબલ ડેટા પ્રોસેસિંગ એન્ડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ (જીડીપીએફએસ) મેન્યુઅલ 2017 એડિશન (ડબલ્યુએમઓ નંબર 485)ની કલમ 2.2.2.6.1 મુજબ પવનની વધારે ઝડપ જણાશે, ત્યારે વિભાગ નામ આપશે.
  2. દક્ષિણ ચીન સમુદ્રમાંથી ઊભા થઈને થાઇલેન્ડ પસાર કરીને બંગાળની ખાડીમાં પ્રવેશ કરતાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતનું નામ બદલવામાં નહીં આવે.
  3. પેનલ સભ્યોનાં નામોની યાદી વર્ણાનુસાર દેશ-મુજબ બનાવવામાં આવશે.
  4. નામોનો ઉપયોગ કોલમ-મુજબ ઉપયોગ થશે.
  5. પ્રથમ નામ કોલમ 1ની પ્રથમ હરોળથી શરૂ થશે અને પછી ટેબલ 1ના કોલમ 13માં છેલ્લી હરોળ સુધી જળવાઈ રહેશે (પરિશિષ્ટ-1).

ભારતીય હવામાન વિભાગે નિયો પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામોની નવી યાદી તૈયાર કરવામાં ડબલ્યુએમઓ, ઇએસસીએપી અને તમામ 13 પીટીસી સભ્યો દેશો એટલે કે બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવ્સ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેનમાંથી પ્રદાનને સ્વીકાર્યું છે.

બંગાળનીખાડીઅનેઅરબીસમુદ્રસહિતઉત્તરહિંદસમુદ્રપરઉષ્ણકટિબંધીયચક્રવાતનાનામમાટેએપ્રિલ, 2020માંડબલ્યુએમઓ/ઇએસસીએપીપેનસભ્યદેશોદ્વારાસ્વીકારવામાંઆવેલાઉષ્ણકટિબંધીયચક્રવાતનાનામોનીનવીયાદી

 (અગાઉની યાદીમાં ઉપયોગ થયેલા ‘એમ્ફાન’ નામ પછી ઉપયોગ થશે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *