રુપાણી સરકારની મહત્વની જાહેરાત. હવે કોને કોને આધારકાર્ડ વિના જ રસીકરણનો લાભ મળી શકશે ?

નિરાધાર-વંચિત વ્યક્તિઓ,વયસ્ક વડિલોને આધારકાર્ડના પુરાવા વિના રસીકરણ થશે. ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં 45 થી 60 વર્ષના કોમોરબીડ અને 60 થી વધુ વયના લોકોનું પણ આધારકાર્ડ વિના રસીકરણ થશે. એટલું જ નહીં, આવી સંસ્થાઓ એટલે કે ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તેમજ દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં વસતા 60 વર્ષથી ઉપરની વયના વયસ્ક વડીલોને પણ તેમની પાસે આધાર કાર્ડ ન હોય તો પણ કોરોના વેકસીન આપવામાં આવશે તેમ તેમણે જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી એ આ અગાઉ રાજ્યમાં વિવિધ સ્થાનોએ વિચરણ કરતા હોય, સ્થિર વસવાટ ન હોય તેવા સાધુ સંતો, ભગવંતો, મહારાજ સાહેબ, મૂનિઓને આધારકાર્ડ વિના પણ આ રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *