એપલ કંપની સામે હરીફ કંપનીઓની ટીંગાટોળી , જાણો કેમ ?

એપલે આ અઠવાડિયે આખરે નવા આઇફોન 12 સિરીઝના નવા સ્માર્ટફોનનું લોંચ કર્યું. આઇફોન 12, આઇફોન 12 મીની, આઇફોન 12 પ્રો અને આઇફોન 12 પ્રો મેક્સ, એપલના નવા સ્માર્ટફોન છે. પરંતુ કંપનીએ આ વર્ષથી તેના સ્માર્ટફોન સાથે ચાર્જર અને ઇયરપોડ આપવાનું બંધ કરી દીધું છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર  અન્ય સ્માર્ટફોન નિર્માતા કંપનીઓને એપલની મજાક ઉડાવવાની તક મળી છે.શાઓમી પછી હવે દક્ષિણ કોરિયનના સુપ્રસિદ્ધ સેમસંગે મસ્તીની શૈલીમાં એપલની મજા લીધી છે.

સેમસંગે પોતાના સોશ્યલ મીડીયા અકાઉંટ મારફતે કહ્યું કે કંપની ગૈલેક્સી ફોન સીરીઝ સાથે પાવર એડેપ્ટર આપવાનું ચાલું રાખશે. એપલના નિર્ણય માટે કંપનીએ ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ કંપનીનો દાવો છે કે પર્યાવરણના હિતને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જેથી દર વર્ષે ઇ-વેસ્ટ ઓછું થઈ શકે. આ સિવાય ચાર્જરના અભાવને લીધે રિટેલ બોક્ષનું કદ પણ નાનું છે, જેનાથી પર્યાવરણને ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *