PUBG રમનારા માટે અક્ષયકુમાર કઈ ગેમ એપ લઈને આવ્યો. ?

ભારત સરકારે ચાઇનીઝ ઍપ્સને બૅન કરી દીધી અને પાડોશી દેશ પર ડિજીટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે 118 ચાઇનીઝ ઍપને બૅન કરી દીધી જેમાં પોપ્યુલર ગેમિંગ ઍપ પબજી પણ સામેલ હતી. પબજી બૅન થવાના બીજા જ દિવસે ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે ગેમર્સને ખુશખબર આપ્યા છે. અક્ષય કુમારૅ હાલમાં જ એક ટ્વીટ કરીને માહિતી આપી કે તેઓ લાવી રહ્યા છે ફોજી. FAU:G (Fearless and United: Guards (FAU:G).આ ગેમને બેંગલુરુ સ્થિત મોબાઈલ ગેમ પબ્લિશર કંપની n-CORE (એન-કોર)એ બનાવી છે.

અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું હતું,” વડાપ્રધાનની આત્મનિર્ભર અભિયાન હેઠળ, એક્શન ગેમ ફિઅરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ FAU-G લોન્ચ કરીને ગર્વ અનુભવું છું. મનોરંજન ઉપરાંત આ ગેમના પ્લેયર્સ આપણાં જવાનોને આપેલા બલિદાન અંગે પણ જાણશે. આ ગેમમાંથી થતી કુલ આવકમાંથી 20 ટકા આવક આપણાં સૈનિકો માટે બનાવવામાં આવેલા ભારત કે વીર ટ્રસ્ટને દાન આપવામાં આવશે. “

ફોજી નામની આ ઍપ અક્ષય કુમારની મેન્ટરશીપમાં બનશે, જે એક મલ્ટીપ્લેયર એક્શન ગેમ હશે. પબજીની ટક્કરમાં આવવાવાળી આ ગેમ ભારતીય હશે અને સાથે આ ગેમમાંથી થનારી કમાણીના 20 ટકા ભારતના વીર ટ્રસ્ટમાં દાન કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, ભારતના વીર ટ્રસ્ટ, ભારતના વીર જવાનોને સપોર્ટ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *