મેડીકલ, ડેન્ટલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભરવાની થતી સત્ર ફી તેઓ કેટલા હપ્તામાં ભરી શકશે ?

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યની મેડીકલ તથા પેરા મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઇમાં ભરવાની થતી સત્ર ફી માં રાહત આપીને આ ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકે તેવો વિદ્યાર્થી હીતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

એમ.બી.બી.એસ., ડેન્ટલ, સરકારી આયુર્વેદિક કોલેજ, હોમીયોપેથીક કોલેજ, નર્સિંગ કોલેજ, ફીઝીયોથેરાપી કોલેજ તથા અન્ય પેરા મેડીકલ કોર્ષ ચલાવતી કોલેજો જેવી કે સરકારી કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સોસાયટી સંચાલિત કોલેજો, મહાનગરપાલિકા સંચાલિત કોલેજો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોરોના મહામારીના અસામાન્ય સંજોગો ધ્યાનમાં લઇ ખાસ કિસ્સા તરીકે જુલાઇના સત્રથી ભરવાની થતી ફી માં જે રાહત આપવામાં આવી છે તદઅનુસાર સમગ્ર ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકશે. સમગ્ર ફી ના ૨૫ % દરેક હપ્તામાં ભરવાના રહેશે, ફી નો પ્રથમ ૨૫ % હપ્તો સપ્ટેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં, બીજો હપ્તો ઓક્ટોબર મહિનાની ૩૧ તારીખ સુધીમાં, ત્રીજો હપ્તો નવેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં અને ચોથો હપ્તો ડિસેમ્બર મહિનાની ૩૧ તારીખ સુધીમાં ભરી દેવાનો રહેશે.  

જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ હોય અને એકસાથે સમગ્ર સત્રની ફી ભરવા માંગતા હોય તો તેઓ સમગ્ર ફી એકસાથે પણ ભરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *